મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોજગારી માટે વસેલા અન્ય રાજ્યોના અંદાજે ૧૪ લાખથી વધુ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે ભારતીય રેલવેના ગુજરાત પ્રદેશના ચાર રિજિયોનલ મેનેજરનું પ્રશસ્તિ પત્રથી સન્માન કર્યું હતું.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સફળતાને પગલે વિવિધ રાજ્યોમાંથી રોજી-રોટી માટે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં વસેલા લાખો શ્રમિકોને કોરોનાના સમયમાં લોકડાઉનને કારણે તેમના ઘર પરિવાર પાસે વતન રાજ્યમાં પહોંચાડવાના રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમમાં રેલ્વે તંત્રએ સક્રિયતાપૂર્ણ યોગદાન આપ્યું છે.